GPRB/202526/1 વિગતવાર માહિતી

ગુજરાત પોલીસમાં જુદા જુદા સંવર્ગ ની ભરતી અંગે જાહેરાત ક્રમાંકઃઃ GPRB/202526/1

ગુજરાત રાજય પોલીસ દળ, વર્ગ-૩ ની PSI કેડરની બિન હથિયારી PSI, હથિયારી PSI (પ્લાટુન કમાન્ડર ) જેલર ગૃપ -ર તેમજ લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRP) અને જેલ સિપોઇની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. ૦૩/૧ર/ર૦રપ (બપોરના 14:00 કલાક ) થી તા. ર૩/૧ર/ર૦રપ ( રાત્રીના 23:59 કલાક સુધી ) દરમ્યાન http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન કરી શકાશે.

પોલીસ સબ ઇન્સ્પેકટર ( પી. એસ. આઇ. ) ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ તથા વિગતવાર સુચનાઓ

જાહેરાત

જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોક રક્ષક કેડરની ભરતી અંગે FAQ

F. A. Q

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 ની પી.એસ.આઇ. અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવીત જાન્યુઆરી - ૨૦૨૬ ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

પી.એસ.આઇ. કેડરની અને લોકરક્ષક કેડરની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 23/12/2025 ( રાત્રી કલાક ૨૩.૫૯) છે. જે અરજી કન્ફર્મ થયેલ હશે તે જ અરજી માન્ય રહેશે. જો અરજી કરવા ઇચ્છતા હોય તો આ સમય મર્યાદામાં તાત્કાલીક અરજી કરી, કન્ફર્મ કરી લેવી.

ગુજરાત પોલીસના જુદા જુદા સંવર્ગની ભરતી અંગેની જરૂરી માહિતી

જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 કુલ જગ્યા - 13591 ની વિગતવાર માહિતી

સંવર્ગ નું નામકુલ જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ
સંવર્ગ નું નામકુલ જગ્યાઓબિન અનામત (સામાન્ય)આર્થીક રીતે નબળા વર્ગસા. શૈ. પછાત વર્ગઅનુ. જાતિઅનુ. જન જાતિબિન અનામત (સામાન્ય)આર્થીક રીતે નબળા વર્ગસા. શૈ. પછાત વર્ગઅનુ. જાતિઅનુ. જન જાતિ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર6592746517745989121581532
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર1295018331018-----
જેલર ગૃપ - (પુરુષ)703107180410-----
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ6942290872217924781042960238591158344
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ245811323014981583693749916452122
જેલ સિપોઇ (પુરુષ)30012330812145-----
જેલ સિપોઇ (મહિલા /મેટ્રન)311303080205-----
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.)30021232300810210450-----
કુલઃ1359157631446341792820371425358813225498
  • ઓન લાઇન અરજી સ્વિકારવાનો સમય તારીખ તા. ૦૪/૦૪/ર૦ર૪ ના કલાક ૧પ/૦૦ વાગ્યા થી તા. ૩૦/૦૪/ર૦ર૪ ના કલાક ર૩/પ૯ વાગ્યા સુધી.
  • ફી ભરવાની છેલ્લી તારીખઃ- ૦૭/૦૫/૨૦૨૪
  • ઓન લાઇન અરજી કરવાની વેબ લીન્ક ......... https://ojas.gujarat.gov.in -- અહિ કલીક કરો....

ઓનલાઇન અરજી કરતી વખતે જરૂરી વિગતો, પરીક્ષા ફી, જગ્યાઓની વિગત, પો.સ.ઇ. અને લોકરક્ષક બન્ને કેડર માટે મર્યાદા અને શૈૈક્ષણિકલાયકાત, કોમ્પ્યુટરનું જ્ઞાન, શારીરિક ધોરણો, પો.સ.ઇ. કેડર પરીક્ષાના ચરણો, લોકરક્ષક કેડર પરીક્ષાના ચરણો, બન્ને કેડરની શારીરિક કસોટી, શારીરિક કસોટી કવોલીફાઇંગ નેચર, મેઇન એકઝામ, મેઇન એકઝામ સીલેબસ, વિશેષ ગુણ માટેના ધોરણો તથા પસંદગી યાદી વિગેરે આ તમામ બાબતો અંગે વિગત વાર જાણવા માટે જાહેરાત કાળજી પુર્વક વાંચવી, જાહેરાત એકથી વધુ વખત કાળજીપૂર્વક વાંચવા સલાહ છે.

  • શારીરિક ક્ષમતા કસોટી ની જાહેર થયેલ તા. ૦૮/૦૧/ર૦રપ થી ૩૧/૦૧/ર૦રપ જાહેર કરેલ જુદા જુદા ગ્રાઉન્ડ પર હાલ ચાલુ છે. વધુ વિગત માટે ભરતી બોર્ડની વેબસાઇટ જુઓ.
  • શારીરીક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી શરૂ થનાર છે જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૦૧/૦૧/૨૦૨૫ ના બપોર કલાકઃ ૧૪.૦૦ ચાલુ કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવાનો બાકી હોય તેવા ઉમેદવારોએ સત્વરે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી લેવા.
  • શારીરિક ક્ષમતા કસોટી ના પરીણામની સંભવિત તા. ---------
  • બિન હથિયારી PSI માટે લેખિત પરીક્ષા સંભવિત તા. ફેબ્રુઆરી - ૨૦૨પ
  • બિન હથિયારી PSI માટે લેખિત પરીક્ષાનું પરીણામ સંભવિત તા. ઓગસ્ટ-૨૦૨૫
  • બિન હથિયારી PSI માટે દસ્તાવેજ ચકાસણી માટે સંભવિત તા. સપ્ટેમ્બર-૨૦૨૫
  • બિન હથિયારી PSI માટેના આખરી પરીણામની સંભવિત તા. સપ્ટેમ્બર-૨૦૨૫
  • લોકરક્ષક કેડર માટે લેખિત પરીક્ષા સંભવિત તા. ફેબ્રુઆરી - ૨૦૨પ
  • લોકરક્ષક કેડર માટે લેખિત પરીક્ષાનું પરીણામ સંભવિત તા. એપ્રિલ-૨૦૨૫
  • લોકરક્ષક કેડર માટે દસ્તાવેજ ચકાસણી માટે સંભવિત તા. એપ્રિલ-૨૦૨૫
  • લોકરક્ષક કેડર માટેના આખરી પરીણામની સંભવિત તા. સપ્ટેમ્બર-૨૦૨૫

નોંધઃ-ઉપરોકત કાયર્ક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજીત છે, તેમાં કોઇપણ કારણોસર ફેરફાર થવાની શકયતાઓ રહેલી છે. આ માહિતી ઉમેદવારોને માગર્દશર્ન મળી રહે તે હેતુથી સંભવિત કાર્યક્રમ જણાવેલ છે.

નોંધઃ- ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત આધારિત યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે. સંપુર્ણ માહિતી માટે મુખ્ય જાહેરાત અવશ્ય જોવી તથા ભરતી બોર્ડની વેબ સાઇટ, ઓજસની વેબસાઇટ તથા ભરતીબોર્ડના ચેરમેનશ્રીનું ટવીટર ( X ) પેજ અવાર નવાર જોતા રહેવું

જાહેરાત મુજબ પરીક્ષાનું માળખું

1. શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક ધોરણો

તમામ જગ્યાઓ માટેે નીચે પ્રમાણે એક જ સંયુકત શારીરિક કસોટી યોજાશે.

ઉમેદવારો ની વિગતકસોટીકવોલીફાઇંગ સ્ટાન્ડર્ડ
પુરુષ૫૦૦૦ મીટર દોડ૨૫ મિનિટમાં
મહિલા૧૬૦૦ મીટર દોડ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં
એકસ સર્વિસમેનર૪૦૦ મીટર દોડ૧ર મિનિટ ૩૦ સેકન્ડમાં

શારીરિક ધોરણો (લઘુતમ)

વિગતઉંચાઇ (સે.મી.)છાતીનું માપ (સે.મી.)*છાતીનું માપ (સે.મી.)*છાતીનું માપ (સે.મી.)*
વિગતઉંચાઇ (સે.મી.)ફુલાવ્યા વગર (સે.મી.)ફુલાવ્યા પછી (સે.મી.)બન્ને માપનું તફાવત (સે.મી.)
પુરુષ ઉમેદવાર માટે૧૬૫૭૯૮૪૫
અનુ. જન જાતિના પુરુષ ઉમેદવાર માટે૧૬ર૭૯૮૪૫
મહિલા ઉમેદવાર માટે૧૫૫---
અનુ. જન જાતિના મહિલા ઉમેદવાર માટે૧૫૦---
  • * ફુલાવેલ છાતીનું પ્રમાણ ઓછામાં ઓછું પ સે.મી. હોવું જરૂરી છે.
  • શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) માં ઉત્તિ્ર્ણ થનાર ઉમેદવારોની શારીિરક માપદંડ કસોટી (Physical Standard Test) લેવામાં આવશે. જેમાં પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર માટે જરુરી સુચનાઓનાઓ જાહેરાતના ફકરા નંબર ૮.૫ માં જણાવ્યા મુજબ પુરુષ ઉમેદવારની ઊંચાઇ અને છાતીની તથા મહિલા ઉમેદવારોની ઊંચાઇની માપણી કરવામાં આવશે.
  • શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) તથા શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) માં ઉત્તિર્ણ થનાર તમામ ઉમેદવારોને પરીક્ષાના પરીણામ આધારે પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની આગળની પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
  • પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણો એક સરખા જ રાખવામાં આવેલ છે. જેથી જે ઉમેદવારોએ બન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) Online Application માં Both (PSI+LRD) તરીકે અરજી કરેલ છે અને જો બન્ને ભરતી માટે લાયક હોય તો પણ તેઓએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.

2. PSI કેડર ની 2nd Stage Main Exam

શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) તથા શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) માં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પો.સ.ઇ. કેડરની 2nd Stage: Main Examમાં બોલાવવામાં આવશે.

મુખ્ય પરીક્ષા 300 ગુણની રહેશે જેમાં 2 પેપર (ઓબજેકટીવ પ્રકાર અને વર્ણનાત્મક પ્રકાર) નો સમાવેશ થાય છે. દરેક પેપરનો સિલેબસ, સરેશન અને માર્કસ નીચે મુજબ છે.

PSI કેડર 2nd Stage: Main Exam પરીક્ષાનું માળખું

પ્રશ્નપત્રનુંપ્રશ્નપત્રનું નામસમયકુલ ગુણ
Paper -1GENERAL STUDIES (MCQ)2003 hours
Paper -2GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE)1003 hours
મુખય લેખિત પરીક્ષાના કુલ ગુણમુખય લેખિત પરીક્ષાના કુલ ગુણ3006 hours

PSI કેડર Paper - 1 GENERAL STUDIES (MCQ) Syllabus

આ પેપર - ૧ બે પાર્ટમાં લેવામાં આવશે. પાર્ટ - એ અને પાર્ટ - બી. મુજબ.

Part - A

  • Part-A ના કુલ ૧૦૦ માર્કસ પૈકી -
  • પ૦ માર્કસ = Reasoning and Data Interpretation ના પ્રશ્નો પુછવામાં આવશે.
  • પ૦ માર્કસ = Quantitative Aptitude ના પ્રશ્નો પુછવામાં આવશે.
  • Part-A કુલ ૧૦૦ માર્કસ ના ૧૦૦ MCQ પુછવામાં આવશે.
  • Part-A ઓછામાં ઓછા પાસીંગ માર્કસ 40 % નું ધોરણ રહેશે.
  • દરેક પ્રશ્નના ખોટા જવાબ બદલ માર્ક 0.25 % કપાશે
  • જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા માગતા ના હોય તો Not Atempt E ઓપ્શન પસંદ કરવું જેેથી નેગેટીવ માર્ક કપાય નહી.
  • જો ઉમેદવારે કોઇ પણ વિકલ્પ પસંદ કરેલ નહિ હોય તો 0.25 % પ્રશ્ન દીઠ નેગેટીવ માર્ક કપાશે.

Part - B

  1. The Constitution of India and Public Addministration (ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન ના પ્રશ્નો પુછવામાં આવશે.(રપ માર્કસ ):
    ભારતીય બંધારણ – ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું
  2. સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજય વિધાનમંડળ : માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા.
  3. સમવાય તંત્ર તથા કેન્દ્ર-રાજય સંબંધો
  4. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
  5. પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
  6. ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ – પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી
  7. અમલદારતંત્ર તથા મુલ્કી સેવાઓ
  8. કેન્દ્ર, રાજય તથા જિલ્લાનું વહીવટીતંત્ર
  9. કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન
  10. કેન્દ્ર અને રાજય સકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો

History, Geography, Cultural Heritage (ઇતિહાસ, ભુગોળ, સાંસ્કૃતિક વારસો ના પ્રશ્નો પુછવામાં આવશે. : (રપ માર્કસ)

ઇતિહાસઃ

  1. સિંધુખીણની સભ્યતા
  2. વૈદિક યુગ
  3. જૈન અને બૌધ્ધ ધર્મ
  4. ગણરાજયો તથા પ્રથમ મગધ સામ્રાજય
  5. મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો
  6. હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, કણ્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુકય, ગુર્જર પ્રતિહાર, ચૌલ, પાલ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્યે, વિજયનગર સામ્રાજય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો - તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ
  7. ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ
  8. ભારતમાં કંપની શાસન
  9. ૧૮૫૭ નો બળવો અને ભારતમાં બ્રિટીશ તાજનું સીધુ શાસન
  10. ભારતની સ્વાતંત્રતા માટેની ચળવળ તથા સ્વતાંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત
  11. ૧૯ મી તથા ૨૦ મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
  12. ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અẴ સંસ્કૃતિ

ભુગોળઃ

  1. સામાન્ય ભૂગોળ : સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વી ની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમયુચ્ય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો : ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
  2. ભૌતિક ભૂગોળ : ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
  3. સામાજિક ભૂગોળ : ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : વસ્તીનું વિતરણ, વસ્તી, ઘનતા, વસ્તીવૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ.
  4. આર્થિક ભૂગોળ : અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાો, પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઈધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર.
  5. વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ.

સાંસ્કૃતિક વારસો :

  1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઈત્યાદિ
  2. ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ
  3. ગુજરાતના સંગ્રહસ્થાન, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ.
  4. ગુજરાતી રંગભૂમિ : નાટકો, ગીતો, નાટયમંડળીઓ.
  5. આદિવાસી જનજીવન: તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ.
  6. ગુજરાતી સાહિત્ય : પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ.

રપ માર્કસ = Current Affairs and General Knowledge (રોજ બરોજના બનાવો તથા સામાન્ય જ્ઞાન) ના પ્રશ્નો પુછવામાં આવશે. રપ માર્કસ = Enviroment, Science and Tech and Economics (પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર ના પ્રશ્નો પુછવામાં આવશે.

પર્યાવરણ:

  1. પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ, સંમેલનો અને સંધિઓ, બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા) નું મહત્વ, કલાઈમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો (નીતિઓ અને પ્રોટોકોલ) તથા ભારતની પ્રતિબધ્ધતા
  2. ભારતમાં વન અને વન્યજીવન – વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાનૂની તથા સંસ્થાકીય માળખું. પ્રજાતિ સંરક્ષણ પ્રોજેકટ : વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે.
  3. પ્રદૂષણ - પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર, ઓઝોન લેયર ક્ષય, એસિડ વર્ષા, અસરો અને નિયંત્રક પગલાઓ, હવા, પાણી અને અવાજના પ્રદૂષણનું નિયંત્રણ અને નિવારણ.
  4. પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી (તાપ વૃધ્ધિ), કલાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એકશન પ્લાન.
  5. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણો

વિજ્ઞાન અને ટેકનોલોજી

  1. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા.
  2. ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેટોન ટેકનોલોજી (આઈસીટી) : રોજબરોજના જીવનમાં આઈસીટી, આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ-ગર્વનન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિકયુરીટી, નેશનલ સાયબર ક્રાઈમ પોલિસી.
  3. ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ / વિકાસ. ઈસરો તથા અન્ય સંસ્થાઓ - તેમની પ્રવૃત્તિઓ અને સિધ્ધિઓ, વિવિધ સેટેલાઈટ કાર્યક્રમો, દૂરસંચાર માટે ઉપગ્રહો, ઈન્ડિયન રીજીયોનલ વિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS), ઈન્ડિયન રિમોટ સેન્સિંગ (IRS) સેટેલાઈટ, ભારતીય મિસાઈલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ, એજયુસેટ, ડીઆરડીઓ (DRDO) – વિઝન, મિશન અને પ્રવૃત્તિઓ.
  4. ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને ભારતની ઉર્જા નીતિ – સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
  5. ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબધ્ધતા : ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા.

અર્થશાસ્ત્ર

  1. સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ, આયોજનના મોડેલો અને સમયાંતર્સે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર : નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ : ઉદ્દેશો, બંધારણ અને કાર્યો.
  2. ભારતીય જાહેર તિ વ્યવસ્થા : ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય. કેન્દ્ર અને રાજયના નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર (GST), ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ.
  3. ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા.
  4. કૃષિ ક્ષેત્ર : મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ, સંસ્થાકીય માળખું ભારતમાં જમીન સુધારાણાઓ : કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો – કૃષિ નીપજ અને ઉત્પાદનોની ભાવનીતિ: કૃષિ વિત્તિય નીતિ : કૃષિ વેચાણ અને સંગ્રહ : ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી અને તેની નીતિ.
  5. ગુજરાતનું અર્થતંત્ર – એક અવલોકન : ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો : શિક્ષણ, આરોગ્ય અને પોષણ. કૃષિ, વન, જળ સંશાધનો, ખાણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.

Part-B કુલ ૧૦૦ માર્કસ ના ૧૦૦ MCQ (Multiple Choice Question) પુછવામાં આવશે. દરેક પ્રશ્ન એક માર્કનું રહેશે. Part-B ઓછામાં ઓછા પાસીંગ માર્કસ 40 % નું ધોરણ રહેશે. દરેક પ્રશ્નના ખોટા જવાબ બદલ માર્ક 0.25 % કપાશે જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા માગતા ના હોય તો Not Atempt E ઓપ્શન પસંદ કરવું જેેથી નેગેટીવ માર્ક કપાય નહી. જો ઉમેદવારે કોઇ પણ વિકલ્પ પસંદ કરેલ નહિ હોય તો 0.25 % પ્રશ્ન દીઠ નેગેટીવ માર્ક કપાશે.

નોંધ : ઉમેદવારે પાર્ટ - એ અને પાર્ટ -બી બન્ને પાર્ટમાં સેપરેટલી પાસીંગ માર્ક ઓછામાં ઓછા ૪૦ % લાવવાના રહેશે.

PSI કેડર Paper - 2 ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક): Syllabus

પ્રશ્નપત્ર વિષયવિષય કન્ટેન્ટવિષય કન્ટેન્ટવાઇઝ ગુણ
Paper -2
પાર્ટ - A ગુજરાતી ભાષા કૌશલ્ય
Essay (350 Words)30
Paper -2
પાર્ટ - A ગુજરાતી ભાષા કૌશલ્ય
Precis Writing10
Paper -2
પાર્ટ - A ગુજરાતી ભાષા કૌશલ્ય
Comprehension10
Paper -2
પાર્ટ - A ગુજરાતી ભાષા કૌશલ્ય
Report writing10
Paper -2
પાર્ટ - A ગુજરાતી ભાષા કૌશલ્ય
Paper -2
પાર્ટ - B અંગ્રેજી ભાષા કૌશલ્ય
Precis Writing10
ComprehensionPaper -2
પાર્ટ - B અંગ્રેજી ભાષા કૌશલ્ય
10
Translation (From Gujarati ti English)Paper -2
પાર્ટ - B અંગ્રેજી ભાષા કૌશલ્ય
10

જરૂરી સુચનાઓઃ

  1. The Paper 1 of Main Examination shall be objective type and Paper 2 shall be Descriptive type.
  2. The Qualifying standard for PAPER-1 GENERAL STUDIES (MCQ) shall be minimum 40% marks in PART-A and PART-B separately.
  3. The Qualifying standard for PAPER-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCIPTIVE) shall be minimum 40% marks
  4. The evaluation of Paper-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCIPTIVE) shall be made only for those candidates who score minimum 40 per cent. Qualifying marks in PART-A and PART-B of PAPER-1 GENERAL STUDIES (MCQ) separately.
  5. એટલે કે પેપર-૨ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વણર્નાત્મક) નું મુલ્યાંકન ફક્ત તે ઉમેદવારો માટે જ કરવામાં આવશે કે જેઓએ પેપર-૧ જનરલ સ્ટડીઝ (MCQ) ના PART-A અને PART-B માં અલગ-અલગ ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવેલ હશે તેવા જ ઉમેદવારોના મૂલ્યાંકન કરવાનું રહેશે.

વિશેષ ગુણ ભારાંક :

  • એન.સી.સી. નું “સી” સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવારોને વધારા ના ૨ (બે) ગુણ આપવામાં આવશે.
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સીટી તરીકે ઓળખાતુંં હતું) દ્વારા આપવામાં આવેલ ૧ (એક) વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા/ સ્નાતક ડિગ્રી/ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા/ પોસ્ટ ગ્રેજયુએશ ડિગ્રી ધરાવતા ઉમેદવારનેનીચે દશાર્વેલ વધારાના ગુણ આપવામાં આવશે
  • જાહેરાતમાં જણાવેલ પરીપત્રમાં જણાવેલ નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર એથલેટીકસ, (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત) બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ક્રિકેટ, ફુટબોલ, હોકી, સ્વિમીંગ, ટેબલ ટેનીસ, વોલીબોલ, ટેનીસ, વેઇટ લિફટીંગ, રેસલીંગ્, બોકસીંગ, સાયકલીંગ, જીમ્નેનેસ્ટીક, જુડો, રાઇફલ શુટીંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસ્વારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો-ખેલકુદમાં રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે મુખ્ય પરીક્ષાના PAPER-1 અને PAPER-2 માં મેળવેલ કુલના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે.
  • જાહેરાતમાં જણાવેલ પરીપત્રમાં ઠરાવ્યા મુજબ વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે મુખ્ય પરીક્ષાના PAPER-1 અને PAPER-2 માં મેળવેલ કુલના પાંચ ટકા ગુણ આપવામાં આવશે. પરંતુ આ માટે તેઓએ નિમણુંક સમયે પુનઃ લગ્ન કરેલ ન હોવા જોઇએ. તે અંગે ભરતી બોર્ડ / સરકારશ્રી માગેે ત્યારે અને તેવા તમામ પુરાવા / પ્રમાણપત્રો અસલમાં રજુ કરવાના રહેશે.
  • ૧ વર્ષ – ૦૫ (પાંચ) ગુણ
  • ૨ વર્ષ – ૦૯ (નવ) ગુણ
  • ૩ વર્ષ – ૧૨ (બાર) ગુણ
  • ૪ વર્ષ અને તેથી વધારે – ૧૫ (પંદર) ગુણ

દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરીટ નીચે મુજબના ગુણને ધ્યાને લઇ નક્કી કરવામાં આવશે.

  • મુખ્ય પરીક્ષાના PAPER-1 અને PAPER-2 માં મેળવેલ કુલ ગુણ
  • એન.સી.સી. “સી” સર્ટીફિકેટ આધારે મળવાપાત્ર વિશેષ ગુણ
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સીટી તરીકે ઓળખાતુંં હતું) ના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ
  • માન્ય રમતગમતના પ્રમાણપત્ર આધારેે મળવાપાત્ર વિશેષ ગુણ
  • વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ

ઉપરોકત જણાવેલ મળવાપાત્ર ગુણનો સરવાળો કરી મેરીટના આધારે ખાલી જગ્યાના આશરે ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ ધ્વારા તૈયાર કરવામાં આવશે.

લોકરક્ષક કેડર ભરતી માટે જરૂરી સુચનાઓઃ

Please Wait coming soon ......

PSI ભરતી બોર્ડની ઓફિસીયલ વેબસાઇટ પર જવા, ભરતી પ્રક્રીયા દરમ્યાન પબ્લીશ કરવામાં આવતી અગત્યની સુચના જોવા, અરજી ચકાસણી બાબતે વિગેરે અધિકૃત માહીતી માટે નીચે કલીક કરો.

ભરતીબોર્ડના ચેરમેનશ્રી દ્વારા અવાર નવાર અપડેટ તથા જરૂરી સુચના અંગે તેઓના ટવીટર (X) એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવતી હોય છે તો તેઓશ્રીના ટવીટર (X) એકાઉન્ટ પરની પોસ્ટ અવાર નવાર કમ સે કમ દિવસમાં એકવાર અચુક જોતા રહેશો. તેઓશ્રીના એકાઉન્ટની લીન્ક નીચે આપવામાંં આવેલ છે.