OTR કરવાથી અરજી થઈ જતી નથી
One Time Registration (OTR) એક વખત કરવાથી તમારી વિગતો સચવાઈ જાય છે અને દર વખતે ફરી ભરવી પડતી નથી. પણ દરેક જાહેરાત માટે અલગ અરજી કરવી જ પડે.
અરજી કરતાં પહેલાં તૈયાર રાખો
પાસપોર્ટ સાઇઝ ફોટો (jpg)સહી (jpg)મોબાઇલ નંબર અને ઇમેઇલધોરણ 10 ની માર્કશીટ (જન્મ તારીખ માટે)લાયકાતની માર્કશીટ અને ડિગ્રીજાતિ, EWS કે નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડે તો)
અરજી કરવાનાં પગલાં
- OJAS ખોલોojas.gujarat.gov.in ખોલો. મળતા આવતા નામવાળી બીજી વેબસાઇટથી સાવધાન રહો.
- One Time Registration (OTR) કરોતમારી વિગતો ભરો. મોબાઇલ પર આવેલો OTP નાખ્યા પછી તમને OTR નંબર મળશે. આ નંબર સાચવીને રાખો.
- જાહેરાત પસંદ કરોOnline Application માં Apply પર જઈ જે તે જાહેરાત પસંદ કરો. OTR નંબર અને જન્મ તારીખ નાખવાથી તમારી વિગતો આપમેળે ભરાઈ જશે.
- વિગતો ફરી તપાસોલાયકાત, કેટેગરી અને સરનામું તપાસો. જાહેરાત PDF માં આપેલી લાયકાત અને ઉંમરની શરતો વાંચો.
- ફોટો અને સહી અપલોડ કરોજાહેરાતમાં આપેલા માપ મુજબ ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી Confirm કરોબધું બરાબર હોય તો અરજી Confirm કરો. મળેલો Confirmation નંબર અને અરજીની પ્રિન્ટ સાચવો.
- ફી ભરો (લાગુ પડે તો)ફી ભરવાની હોય તો છેલ્લી તારીખ પહેલાં ભરો અને રસીદ સાચવો. ફી ન ભરેલી અરજીઓ રદ થઈ શકે છે.
- કોલ લેટર ડાઉનલોડ કરોપરીક્ષા પહેલાં કોલ લેટર પણ OJAS પરથી જ ડાઉનલોડ થાય છે. તારીખ માટે ભરતી બોર્ડની સૂચના જુઓ.
વારંવાર પૂછાતા પ્રશ્નો
OTR નંબર ભૂલી ગયા છો?
OJAS પર Forgot Registration No. વિકલ્પથી નંબર પાછો મેળવી શકાય છે.
હાઇકોર્ટની ભરતીમાં અરજી ક્યાં કરવી?
હાઇકોર્ટ માટે અલગ પોર્ટલ છે: hc-ojas.gujarat.gov.in
શું Yuva પરથી અરજી થાય છે?
ના. Yuva માત્ર માહિતી આપે છે. અરજી હંમેશાં સત્તાવાર વેબસાઇટ પર જ કરો.